Software

Pages

Monday, 25 April 2022

શું PM કિસાન સમ્માન નિધિ યોજનામાં રજીસ્ટર ખેડૂતનું eKYC કરવું જરૂરી છે ? | તેમજ eKYC કરાવવા માટે ક્યાં જવું ?

 PM કિસાન સન્માન નિધિ યોજના eKYC 




➤  શું PM કિસાન સમ્માન નિધિ યોજનામાં રજીસ્ટર ખેડૂતનું eKYC કરવું જરૂરી છે ?


  • તો ખેડૂત મિત્રો PM કિસાન સમ્માન નિધિ યોજનામાં રજીસ્ટર ખેડૂતનું eKYC કરવું જરૂરી છે.
  • કેમ કે જે પણ ખેડૂત મિત્ર નું આધાર eKYC થયેલ નહિ હોય એમને આગળનો હપ્તો ખાતામાં જમા નહિ થાય .
  • PM કિસાન સમ્માન નિધિ યોજનામાં રજીસ્ટર ખેડૂતનું eKYC કરવું જરૂરી છે, કારણ કે સરકારની આ એક વેરિફિકેશન પ્રોસેસ છે કે જેમાં સરકારશ્રી ની સૂચના પ્રમાણે આ  યોજના માં રજીસ્ટર ખેડૂત મિત્ર નું એકવાર eKYC કરવું જરૂરી છે.

➤  PM કિસાન સમ્માન નિધિ યોજનામાં રજીસ્ટર ખેડૂતનું eKYC કરાવવા માટે ક્યાં જવું ?

  • તો ખેડૂત મિત્રો એ પોતાનું PM કિસાન સમ્માન નિધિ યોજનામાં eKYC કરવા માટે આપના ગામમાં કે શહેર માં આવેલા CSC " કૉમન સર્વિસ સેન્ટર " મુલાકાત લેવાની રહેશે.
  • કોમન સર્વિસ સેન્ટર તમને તમારા ગામની ગ્રામ પંચાયત, પ્રાઇવેટ કોમ્પ્યુટર સેન્ટર, સરકારની સસ્તા અનાજની દુકાન તેમજ સખીમંડળ ની બહેનો જે "CSC કોમન સર્વિસ સેન્ટર" જોડે જોડાયેલ છે ત્યાં આગળ જોવા મળશે.

➤  PM કિસાન માં eKYC માટે જરૂરી ડોક્યુમેન્ટ ?

  • યોજનામાં રજીસ્ટર ખેડૂતનું આધારકાર્ડ 
  • કાયમ નો મોબાઈલ નંબર
  • વ્યક્તિ પોતે (આધાર eKYC માટે)

➤  તો મિત્રો આજે જ PM કિસાન સમ્માન નિધિ યોજના માં eKYC માટે આપના નજીકના  CSC " કોમન સર્વિસ સેન્ટર " ની મુલાકાત કરો.


ધન્યવાદ.....

No comments:

Post a Comment