Home

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

ताजा खबरें

Showing posts with label PM Yojana. Show all posts
Showing posts with label PM Yojana. Show all posts

Monday, 28 August 2023

Pradhanmantri Vishwkarma Yojana Registration Process | PM વિશ્વકર્મા યોજના

          પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના" Ministry of Micro, Small & Medium Enterprises " ના  હેઠળ આવતી યોજના છે.  પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ખાસ કરીને પારંપરિક શિલ્પકારો અને કારીગરોની સહાયતા માટે બનાવેલી યોજના છે.





➤ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના મુખ્યબિંદુઓ :

  • પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના માટે કેન્દ્ર સરકારે 13000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે.
  • યોજનામાં 18 પ્રકારના પારંપરિક વ્યવસાયોને આવરી લેવામાં આવેલા છે.
  • શિલ્પકાર અને કારીગરોને પ્રમાણપત્ર અને આઈડી કાર્ડ દ્વારા એક અલગ ઓળખ મળશે.
  • પહેલા તબક્કામાં 1 લાખ રૂપિયા અને બીજા તબક્કામાં 2 લાખ રૂપિયા ની સહાય 5% ના વ્યાજ દર પર મળી રહે છે.
  • યોજના અંતર્ગત કૌશલ વિકાસ પ્રશિક્ષણ, ટૂલકિટ લાભ, ડિજિટલ લેવડ દેવડ પર ઈન્સેન્ટિવ અને માર્કેટિંગ સપોર્ટ મળી રહેશે.

➤ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં કોને કોને લાભ મળશે :

  1. સુથારીકામ 
  2. નાવ બનાવવાનું કામ કરનાર 
  3. અસ્ત્ર બનાવનાર 
  4. લુહાર 
  5. તાળું બનાવનાર 
  6. હથોડા અને ટૂલકિટ બનાવનાર 
  7. સોનારનું કામ કરનાર (સોની)
  8. કુંભાર 
  9. મૂર્તિકાર/પથ્થર કોતરણીકાર 
  10. મોચીકામ 
  11. કડિયાકામ 
  12. ટોપલી, ચટ્ટાઈ, સાવરણી બનાવનાર 
  13. પારંપરિક ઢીંગલી અને રમકડાં બનાવનાર 
  14. નાયી (વાળંદનું કામ કરનાર)
  15. માળાઓ બનાવનાર 
  16. ધોબી 
  17. દરજી 
  18. માછલીની જાળ બનાવવાનું કામ કરનાર

➤ 
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની પાત્રતા :
  1. સ્વ-રોજગારના ધોરણે અસંગઠિત ક્ષેત્રમાં, હાથ અને સાધનો વડે કામ કરતા કારીગર અને કુટુંબ આધારિત પરંપરાગત વ્યવસાયોમાંથી એક સાથે સંકળાયેલા કારીગર, પીએમ વિશ્વકર્મા હેઠળ નોંધણી માટે પાત્ર હશે. 
  2. નોંધણીની તારીખે લાભાર્થીની લઘુત્તમ વય 18 વર્ષ હોવી જોઈએ.
  3. લાભાર્થી નોંધણીની તારીખે સંબંધિત વેપારમાં રોકાયેલ હોવો જોઈએ અને તેણે સ્વ-રોજગાર/વ્યવસાય વિકાસ માટે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની સમાન ક્રેડિટ-આધારિત યોજનાઓ હેઠળ લોન લીધી ન હોવી જોઈએ, દા.ત. PMEGP, PM SVANidhi, Mudra, છેલ્લા 5 વર્ષમાં. જો કે, મુદ્રા અને સ્વનિધિના લાભાર્થીઓ જેમણે તેમની લોન ચૂકવી દીધી છે, તેઓ પીએમ વિશ્વકર્મા હેઠળ પાત્ર બનશે. 5 વર્ષનો આ સમયગાળો લોનની મંજૂરીની તારીખથી ગણવામાં આવશે.
  4. યોજના હેઠળ નોંધણી અને લાભો પરિવારના એક સભ્ય સુધી મર્યાદિત રહેશે. યોજના હેઠળના લાભો મેળવવા માટે, 'કુટુંબ' એ પતિ, પત્ની અને અપરિણીત બાળકોના બનેલા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
  5. પરિવારના સભ્યો માંથી કોઈપણ વ્યક્તિ  સરકારી નોકરી કરતુ હોય તેમના પરિવારના સભ્યો ને આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર નથી

➤ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના ડોક્યુમેન્ટ :
  • આધારકાર્ડ 
  • આધારકાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર 
  • રેશનકાર્ડ
  • પાનકાર્ડ
  • સેવિંગ બેન્ક ખાતાની વિગત 
  • ઘરમાંથી ફક્ત એક જ વ્યક્તિનું કાર્ડ બનશે 
  • એક મોબાઈલ નંબર ફક્ત એક જ વાર ઉપયોગ થશે
  • વ્યક્તિ એ રૂબરૂ હાજર રહેવું પડશે  

➤ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા માટે ક્યાં જવું :

           પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી એ ઉપર જણાવેલ ડોક્યુમેન્ટ સાથે રૂબરૂ " CSC કોમન સર્વિસ સેન્ટર " ની મુલાકાત કરવાની રહેશે. કોમન સર્વિસ સેન્ટર ની આ સેવા એ તમારા ગામ / શહેરમાં આવેલા ઓનલાઇન સેન્ટર, ગ્રામ પંચાયત, સસ્તા અનાજની દુકાન, સેવા સહકારી મંડળીઓ, સખી મંડળ ની બહેનો આ બધા સ્થાનો એ ઉપલબ્ધ હશે.