નમસ્કાર મિત્રો,
આજે આપણે CSC માં HDFC બેન્કિંગ ના કામકાજ ને લગતી થોડી માહિતી તમે અહીં જણાવીશું,
CSC HDFC બેન્કિંગ પોઇન્ટ ની માહિતી
CSC HDFC BF (બેન્કિંગ ફેસીલીટર)
આજે આપણે CSC માં HDFC બેન્કિંગ ના કામકાજ ને લગતી થોડી માહિતી તમે અહીં જણાવીશું,
CSC HDFC બેન્કિંગ પોઇન્ટ ની માહિતી
CSC HDFC BF (બેન્કિંગ ફેસીલીટર)
- HDFC બેન્કિંગનું કામ CSC માં તમારા માટે ભવિષ્યનો સારો અને કાયમી આવકનો સ્ત્રોત બની રહેશે. તેમજ આના માટે તમારે કયા કયા પગલાં ભરવા તે આપણે વિગતે જોઈશું.
- સૌ પ્રથમ તમારે તમારા પોતાના જિલ્લાના CSC ડિસ્ટ્રિક્ટ મેનેજર નો કોન્ટેક્ટ કરી પોતાનું HDFC બેન્ક નું કરંટ ઓડી એકાઉન્ટ ખોલાવવાનું રહેશે. (ભલે તમારે પહેલાથી જ HDFC બેન્ક માં કરંટ અથવા સેવિંગ એકાઉન્ટ હોય તો પણ આ એકાઉન્ટ ખોલાવવું જરૂરી છે કેમ કે બેન્કિંગ કામકાજ માટે આ અલગ કરંટ ઓડી એકાઉન્ટ છે જે જરૂરી છે.
- જે VLE નું HDFC નું એકાઉન્ટ ખુલી ગયું છે તે મિત્રો બેંકીંન્ગ ફેસીલીટર BF તરીકે કામકાજ ચાલુ કરવા માટે પોતાનું રજીસ્ટ્રેશન http://bankmitra.csccloud.in/ પર કરવું ફરજીયાત છે.
- BF બેન્કિંગ ફેસીલીટર તરીકે ના કામકાજ માં તમે ગ્રાહકના સેવિંગ અને કરંટ એકાઉન્ટ તેમજ તમામ પ્રકારની લોન આપવાનું કામ કરી શકશો,
- બેન્ક મિત્ર રજીસ્ટ્રેશન કરતી વખતે તમારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ડોક્યુમેન્ટ પુરા અને સ્પષ્ટ દેખાય તેવા અપલોડ કરવા જેવાકે આધારકાર્ડ તેમજ ચૂંટણી કાર્ડ જેવા ડોક્યુમેન્ટ અપલોડ કરો ત્યારે ધ્યાન રાખો કે આગળ અને પાછળ ની બંને સાઈડ થી જોઈન્ટ કરી અપલોડ કરવા, એકબાજુ નો ફોટો માન્ય નથી જેથી તમારી એપ્લિકેશન રિજેક્ટ પણ થઇ શકે છે. તેમજ પોલીસ વેરિફિકેશન નો દાખલો અને IIBF અથવા IBA બેન્કિંગ નું સર્ટી પણ જોઈશે, આ બંને ડોક્યુમેન્ટ ના હોય તો NO લખી આગળ ની માહિતી ભરો. (નોંધ : - પોલીસ વેરિફિકેશન અને IIFB નું સર્ટી ફરજીયાત છે જે પછી EXAM પાસ કરી લઇ લેવું)
- અપલોડ કરવાના ડોક્યુમેન્ટ :- આધારકાર્ડ (બંને સાઈડ), ચૂંટણીકાર્ડ (બંને સાઈડ), પાસપોર્ટ સાઈઝ ફોટો, પાનકાર્ડ, કેન્સલ ચેક અથવા બેંકપાસબુક નો ફોટો એકાંઉન્ટ નંબર દેખાય તેવો, તમે છેલ્લે પાસ કરેલ માર્કશીટ નો ફોટો. નોંધ:- (દરેક ડોક્યુમેન્ટ આખા અને સ્કેન કરેલા સ્પષ્ટ દેખાય તેવા હોવા જરૂરી)
CSC HDFC BC/BM (બેન્કિંગ કોરસ્પોન્ડેન્ટ/ બેંકમિત્ર)
- તમારું HDFC નું એકાઉન્ટ ખુલી ગયું છે તેમજ બેંકમિત્ર વેબસાઈટ માં રજીસ્ટ્રેશન થઇ ગયું હોય તો હવે બેન્કિંગ નું તમામ પ્રકારનું કામકાજ એટલે કે HDFC બેન્કનું તમામ કામકાજ જે બેન્ક કરે છે તે બધું જ કામ તમને BC તરીકે મળશે.
- નીચે ના સ્ટેપ દરેક VLE મિત્રો એ ક્લીઅર કરવા પડશે.
- HDFC બેન્ક નું કારણે ઓડી એકાંઉન્ટ હોવું જોઈએ (CSC DM જોડે ખોલાવેલું)
- http://bankmitra.csccloud.in/ આ લિંક માં પોતાનું રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ
- IIBF અથવા IBA બેન્કિંગ ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ (IIBF પરીક્ષાનું રજીસ્ટ્રેશન તમે ડિજિટલ સેવા વેબસાઈટ માં લોગીન થઇ BENKING સર્ચ કરવું તેમાં જમણી બાજુ આપેલ બોક્સમાં ક્લીક કરી કરી શકાય છે.
- તેમજ CSC માં લોગીન થઇ આ લિંક IIBF EXAM LINK પર ક્લિક કરી પણ કરી શકો છો.
- પોલીસનો દાખલો જોઈએ (તમે કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃતિ કરેલ નથી તેનો)
- CSC HDFC BF : - કરંટ/સેવિંગ એકાઉન્ટ અને લોનનું કામકાજ કરી શકશો.
- બેંકમિત્ર રજીસ્ટ્રેશન લિંક : - http://bankmitra.csccloud.in/
- CSC HDFC BC : - બેન્કની તમામ પ્રકારની કામગીરી કરી શકશો
- IIBF રજીસ્ટ્રેશન લિંક : - IIBF EXAM LINK (આ લિંક CSC માં લોગીન થઇ પછી ખોલવી)
HDFC ક્રેડિટ કાર્ડ
- જેમનું એકાંઉન્ટ ખુલી ગયું છે તે HDFC બેન્ક નું ક્રેડિટકાર્ડ જે મિત્રો એ એપ્લાય નથી કર્યું તે કરી લો કેમ કે સ્પેશ્યિલ VLE માટે તહેવારો માં ભારે ડિસ્કાઉન્ટ તમને દરેક વસ્તુપર મળવાનું છે, જેનાથી તમે ઘણીબધી જીવન જરૂરિયાત વસ્તુ ની ખરીદી પણ કરી શકશો.
- ક્રેડિટકાર્ડ એપ્લાયમાટે ની લિંક : - APPLY VLE HDFC CREDIT CARD
- ક્રેડિટકાર્ડ માં એપ્લાય તમારું નામ, બેંકમાં આપેલ મોબાઇલ નંબર અને પાનકાર્ડ નંબરથી થશે.
નોંધ :- HDFC બેન્ક પોઇન્ટ માટે HDFC બેન્કનું એકાઉન્ટ અને બેંકમિત્ર માં રજીસ્ટ્રેશન તેમજ IIBF પરીક્ષા અને પોલીસ વેરિફિકેશનનો દાખલો દરેક VLE મિત્રો માટે ફરજીયાત છે.
- વધુ માહિતી માટે તમે પોતાના જિલ્લાના CSC ડિસ્ટ્રિક્ટ મેનેજરશ્રી નો કોન્ટેક્ટ કરી શકો છો.
આભાર.....
TNX
ReplyDeleteK
ReplyDeleteધન્યવાદ તમારો માહિતી આપવા બદલ
ReplyDeleteજોરદાર અને સ્પષ્ટ માહિતી બદલ આભાર.
ReplyDeleteઅમારે ત્યા HDFC બેંક બ્રાંન્ચ નથી તો કેવી રીતે કરવુ
ReplyDeleteધન્યવાદ તમારો માહિતી આપવા બદલ
ReplyDeleteGood
ReplyDeleteGreat post, HDFC also offered free Lifetime credit card facility, even if don't have HDFC account then also apply for it.
ReplyDelete