Home

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

ताजा खबरें

Sunday 17 February 2019

CSC PM-SYM Pradhan Mantri Shram Yogi Maan-dhan

પ્રધાનમંત્રી શ્રમયોગી માન-ધન યોજના 







PMSYM Banner & CHART - અહીંથી download  કરો 
  • ભારત સરકારે મુખ્ય મંત્રી શ્રમ યોગી માન-ધન (પી.એમ.-એસ.આઇ.એમ.) ના નામ હેઠળ અસંગઠિત કામદારો માટે એક પેન્શન યોજનાની રજૂઆત કરી છે, જેથી અસંગઠિત કામદારો માટે વૃદ્ધાવસ્થાને રક્ષણ મળે.
  • અસંગઠિત કામદારો મુખ્યત્વે ઘર આધારિત કર્મચારીઓ, શેરી વિક્રેતાઓ, જમીનવિહીન મજૂરો, પોતાના ખાતાના કામદારો, કૃષિ કાર્યકરો અથવા માસિક આવક સાથેના અન્ય સમાન વ્યવસાયો રૂ. 15,000 / - સુધીનાં 18-40 વર્ષની ઉંમરના વયજૂથની સાથે જોડાયેલા છે.
  • ઉંમરના પ્રમાણે જેટલા પૈસા ગ્રાહકના બેન્ક માંથી દર મહિને કપાશે  તેટલા જ પૈસા સરકાર ગ્રાહક ની  પેંશન યોજના માં જમા કરશે, અને ગ્રાહક ની ઉમર 60 વર્ષની થશે ત્યારે તે 3,000 પેંશન નો હકદાર બનશે

આ યોજનાનો લાભ કોણ લઇ શકે અને કોણ ના લઇ શકે 
  • આ યોજના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી છે 
  • આ યોજના અસંગઠિત કામદારો માટેની પેન્શન યોજના છે 
  • 18 થી 40 વર્ષ સુધીના વ્યક્તિને આ યોજનાનો લાભ આપડે આપી શકીશું 
  • મહિનાની 15,000 થી ઓછી આવક ધરાવતા વ્યક્તિ આ યોજનામાં લાભ લઇ શકશે 
  • નેશનલ પેંશન યોજના NPS, ESIC અને EPF જેવી યોજના અને ભારત સરકારમાં ટેક્સ ભરતા વ્યક્તિઓ આ યોજનાનો લાભ નહિ લઇ શકે 
  • અસંગઠિત કામદારો મુખ્યત્વે ઘર આધારિત કર્મચારીઓ, શેરી વિક્રેતાઓ, જમીનવિહીન મજૂરો, પોતાના ખાતાના કામદારો, કૃષિ કાર્યકરો અથવા માસિક આવક સાથેના અન્ય સમાન વ્યવસાયો વગેરે પ્રકારના લાભાર્થીઓ ને લાભ મળશે

CSC  VLE એ આ યોજના માં કેવી રીતે કામ કરવું 

  • https://pmsym.csccloud.in/ વેબસાઈટ છે 
  • પોતાના CSC ID & Password  વડે VLE લોગીન થઇ શકશે 
  • ગ્રાહક જોડે ફક્ત આધારકાર્ડ અને બેન્કની માહિતી જોઈશે
  • VLE એ ગ્રાહકની Online એન્ટ્રી આધારકાર્ડ માં લખેલા નામ અને સ્પેલિંગ પ્રમાણે જ કરવાની રહેશે 
  • ગ્રાહક નો મોબાઈલ નંબર ફરજીયાત નાખવો, ઇમેઇલ પણ નાખી શકાય છે.
  • ત્યારબાદ જન્મતારીખ અને ગ્રાહક પુરુષ છે કે સ્ત્રી તે સિલેક્ટ કરવું 
  • પછી નીચે ના Option માં NPS/ESIC/EPFO માં ગ્રાહકે લાભ ના લીધેલ હોય તો NO સિલેક્ટ કરવું
  • ત્યારબાદ ગ્રાહક Tax ના ભરતો હોય તો NO સિલેક્ટ કરી આગળ વધવું 
  • નીચે નિયમો અને શરતો માં ટીક માર્ક માં ટીક કરી જનરેટ OTP માં ક્લિક કરવું 
  • મોબાઈલ માં OTP આવશે તે નાખી આગળ ફિંગર નો Option આવશે ત્યારબાદ ગ્રાહકની ફિંગર લેવી 
  • પછી ના સ્ટેપ માં ગ્રાહક ની બેન્કની ડીટેઅલ્સ ભરી Submit કરવું
  • ત્યારબાદ જે ફોર્મ જનરેટ થાય તેની પ્રિન્ટ કાઢી ગ્રાહકની ચાર જગ્યાએ એક ઉપર બોક્સમાં અને ત્રણ  નીચે બોક્સમાં સહી કરાવી તેને સ્કેન કરી અપલોડ કરવાનું રહેશે 
  • તમારું ફોર્મ હવે સફળતા પૂર્વક સબમિટ થઇ ગયું છે.
  • ફોર્મ સબમિટ થતાની સાથેજ કાર્ડ જનરેટ થઇ જશે જેની કલર પ્રિન્ટ કાઢી લેમિનેશન કરી ગ્રાહકને તરત આપી દેવાની રહેશે 
  • જે ફોર્મ જનરેટ થયું છે જેમાં ગ્રાહક ની સહી કરેલી છે તે ફોર્મ ગ્રાહક ને આપવાનું નથી તે તમારી જોડે રાખવાનું છે.

CSC VLE એ લેવાની ફી 
  • ફોર્મ ભર્યાબાદ ગ્રાહકની ઉંમરના પ્રમાણે જે પણ ફી નો પહેલો હપ્તો હશે તે આપણા CSC વોલેટ માંથી કપાશે અને તેમાં 20 રૂપિયા જેવું કમિશન આપડું  ઓછું કપાશે 
  • હવે તમારી સામે ગ્રાહક નું શ્રમ યોગી કાર્ડ જનરેટ થયું છે તેની કલરપ્રિન્ટ કરી લેમિનેશન કરી ગ્રાહકને તરતજ આપી દેવાનું રહેશે
  • Example તરીકે :- ગ્રાહક ના મહિને 75 રૂપિયા કપાતા હશે તો તમારે 75 રૂપિયાજ લેવાના છે તમારા વોલેટ માંથી ફક્ત 56 રૂપિયા કપાશે...
  • ગ્રાહક ના શ્રમ યોગી  કાર્ડ ઉપર જેટલા પૈસા લખેલા હોય તેટલાજ પૈસા ગ્રાહક જોડે લેવાના રહેશે એની ઉપર એકપણ પૈસો ગ્રાહક જોડે લેવાનો નથી 
  • તમને જે 20 રૂપિયા જેવું  કમિશન મળે છે તેમાંથી જ કાર્ડ પ્રિન્ટ કરી લેમિનેશન કરી ગ્રાહકને આપવાનું છે 


વધુ માહિતી માટે તમે પોતાના જિલ્લાના CSC ડીસ્ટ્રીકટ મેનેજર શ્રી નો કોન્ટેક્ટ કરી શકો છો. 

આભાર......